છેલ્લા 5 વર્ષોથી શાસનની સેવા કરી રહેલ અમારા ગ્રુપની સ્થાપના 2018માં ફક્ત ૧૫ યુવાનોથી થઈ હતી, જે આજે 100 થી વધુ ધર્મપ્રેમી યુવાનોથી પલ્લવિત થયું છે.
સુરતના 20000થી વધુ વ્યક્તિઓને ગિરનાર ભાવ સ્પર્શનામાં તરબોળ કરનાર ઔતિહાસિક એ યાત્રા આજે પણ અમારા માનસપટ પર છે.
દર મહિને 3-4-5 બસ દ્વારા ગિરનારની યાત્રા કરાવતા આજે 150+થી વધુ બસ અને 7000 થી વધુ યાત્રિકોને કલ્યાણક ભૂમિની સ્પર્શના કરાવવામાં અમે નિમિત્ત બન્યા છીએ.
સુરતના પ્રાચીન ઉપાશ્રય જીર્ણોદ્ધાર થી શરૂ કરેલું ઉપાશ્રય જીર્ણોદ્ધારનું કાર્ય આજે સમસ્ત ગુજરાતના પ્રાચીન ઉપાશ્રય જીર્ણોદ્ધાર સુધી લઈ જશું એવી ભાવના ભાવિયે છીએ.
નિત્ય બેસણા, પ્રતિકમણ તથા ચોવિહાર, ચોથા વ્રતમાં સંયમ વગેરે ધર્મપ્રવૃતિને જીવનમાં ઉતારનારા અમારા યુવાનોએ અમારા ગ્રુપની શોભા વધારી છે.